Ajab Prem ki gajab kahani

ભયંકર કૉમેડી.હસી હસીને પેટ અને ગાલ દુ:ખી ગયા...

સ્ટોરીમાં કોઈ ભલીવાર નથી.રનબીર, અને તેના માતાપિતા સિવાયના ઍક્ટર્સની ઍક્ટિંગ પણ કંઈ ખાસ નથી.કેટરીના એસ ઓલવેઝ બહુ જ સુંદર લાગે છે,પણ ઍક્ટિંગમાં હજુ મજા નથી.ઊપેન પટેલ નામના મોટ્ટા હથોડાની ફિલ્મમાં એન્ટ્રી(ઈન્ટરવલ પછી) થયા પછી ફિલ્મ ઘણી નબળી પડી જાય અને સ્ટોરી "ખેંચાતી" હોવાનું અનુભવાય.ખરેખર...ઊપેન પટેલની કચરો ઍક્ટિંગ આ ફિલ્મ માટે ભાવતા ભોજનમાં કાંકરી જેવી છે.મ્યુઝિક મસ્ત છે.

પણ...સ્ટોરી અને ઍક્ટિંગની કોને પડી છે?કૉમેડી...બોસ્સ...કૉમેડી આ ફિલ્મમાં જબ્બરદસ્ત છે.રનબીર કપૂરને તમે ક્યારેય આટલા કોમિક રોલમાં નહીં ધાર્યો હોય.અને એમાંય એક સિક્વન્સમાં રનબીર કેટરીના સાથે એક ડાન્સ પાર્ટીમાં જાય છે અને ત્યાં જે કૉમેડી સર્જાય છે...હું અત્યારે યાદ કરું તો પણ મને હસુ આવે છે.કોન્સ્ટન્ટલી નાચતો રનબીર તમે પણ નહીં જ ભૂલી શકો...થોડીક બોરીંગ અને પ્રેડીક્ટેબલ ક્ષણો સિવાય પૂરી ફિલ્મ માણવાલાયક છે.કહો કે આ રનબીરનો "વન મેન શો" છે...

રાજકુમાર સંતોષી પોતાની અંદાઝ અપના અપના ને તો નથી પહોંચી શક્યા,પણ બીજી એક ઓલ ટાઈમ ફની અને એન્જોયેબલ કૉમેડી એમણે આપણને આપી છે.

ટૂંકમાં...બસ જોઈ નાંખો આ ફિલ્મ.પૈસા વસૂલીની ગેરંટી.

London Dreams

ઘણાં સમયે આવી ફિલ્મ જોવા મળી.બાકી આ દિવાળીની ફિલ્મો જોઈને બોલીવૂડ પરથી વિશ્વાસ ઊઠી ગયેલો.

લંડન ડ્રીમ્સ વાર્તા છે મૈત્રીની અને મહત્વાકાંક્ષાની.કેવી રીતે કાબૂ બહારની મહત્વાકાંક્ષા તમારી જીંદગીને નર્ક બનાવી શકે છે એ આ ફિલ્મમાં બતાવાયું છે.સફળતાના શિખરે પહોંચવા માણસ કઈ હદ સુધી જઈ શકે છે એની આ વાર્તા છે.

ફિલ્મની વાર્તા કંઈક આ પ્રમાણેની છે...અર્જુન(અજય) અને મનુ(સલમાન) ખાસ મિત્રો છે.બંને બાળપણમાં પંજાબના એક ગામડામાં રહે છે.મનુ મનમોજી અને ખુશહાલ છોકરો છે જેને જીંદગી પાસેથી કોઈ ફરિયાદ નથી અને અર્જુન નાનપણથી જ "પોપ સિંગર" બનવા માગે છે.એના પરિવારમાં આનો સખત વિરોધ છે.ભૂતકાળની કોઈ ઘટનાને કારણે એનો સમગ્ર પરિવાર સંગીત અને એની સાથે જોડાયેલી દરેક વાતથી નફરત કરે છે.પણ અર્જુન તેના પોપ સિંગીંગની દુનિયાના બેતાજ બાદશાહ બનવાના સપનાની આડે આવતી દરેક અડચણને દૂર કરવા મક્કમ છે.ટોચ પર પહોંચવા માટે તે ગમે તે હદ સુધી જવા તૈયાર છે.અને પોતાના નામ "અર્જુન" પ્રમાણે તે કોઈ પણ સંબંધ કે લાગણી ને પોતાના સપનાના માર્ગમાં નથી આવવા દેવા માગતો.નસીબ અર્જુનને લંડન લઈ જાય છે અને ત્યાં પહોંચતાની સાથે જ અર્જુનનો ટોચ પર પહોંચવા માટેનો સંઘર્ષ શરૂ થાય છે.પણ પોતાનું સપનું સાકાર કરવા અર્જુનને ઘણો ભોગ આપવો પડે છે...અને લાગણીઓને દબાવતા શીખવું પડે છે.હજુ તો અર્જુનની સફર શરૂ જ થઈ હોય છે એટલામાં એણે મનુને મળવા પાછું ગામ આવવું પડે છે અને ગામમાં પાછા આવીને અર્જુન જુએ છે કે મનુમાં પણ ગાવાની કુશળતા છે.એ મનુને લંડનના પોતાના બેન્ડ "લંડન ડ્રીમ્સ" માં સામેલ કરવા મનુને લંડન લઈ જાય છે...

અર્જુન સફળતા મેળવે છે? એને એના માટે શું શું કરવું પડે છે?એજાણવા માટે તમારે ફિલ્મ જોવી પડશે...

ફિલ્મની સ્ટોરી ખૂબ જ સારી છે.ઍક્ટીંગ પણ અજય અને સલમાન બંનેની ઘણી સરસ છે.મ્યુઝિક પણ ફિલ્મનું ઘણું સારું છે.અસીનના ભાગે ખાસ ઍક્ટીંગ આવી નથી.જેટલી આવી છે એ એણે સારી રીતે નિભાવી છે.અજય તેની જેમાં માસ્ટરી છે એવા "ઈન્ટેન્સ" રોલમાં બહુ સરસ રીતે ઢળી ગયો છે અને સલમાને કોઈ નવું ટોનિક લેવાનું શરૂ કર્યું લાગે છે...કેમ કે એનામાં ખબર નહીં ક્યાંથી આટલી બધી સ્ફૂર્તિ આવી ગઈ છે ! જાણે ફરી એ "અંદાઝ અપના અપના" વાળો...ગમી જાય એવો...ભોળો...હસતો-હસાવતો સલમાન બની ગયો છે.

 ટૂંકમાં : સારી ફીલ્મ.સ્ટોરીની માવજત સરસ.એક વાર તો જોવી જ જોઈએ.("એકવાર જોવાય" અને "એકવાર તો જોવી જ જોઈએ" એમાં ઘણો ફરક છે હોં !).અજયની ઍક્ટીંગ અને સલમાનનો નવો...ભોળો...સ્ફૂર્તિમય અવતાર જોવા માટે...

રેટીંગ : ૫.૫/૧૦

F-R-I-E-N-D-S again...

તો હમણાં "હાઊ આઈ મેટ યોર મધર" નામના ટીવી શોની ચાર સીઝન "બેક ટુ બેક" જોઈ.પણ એ પત્યા પછી બહુ મુસીબત થઈ ગઈ.લોસ્ટ જોવાઈ ગયું...ધ બિગ બેન્ગ થીયરી જોવાઈ ગયું...ફ્રેન્ડ્સ જોવાઈ ગયું...ફિલ્મો હવે કંટાલો કરાવે છે...બૂક્સમાં હેરી પોટર જેવી મજા નથી આવતી...તો હવે કરું શું.આખું દિવાળી વેકેશન હજુ તો બાકી હતું...છેવટે કંટાળીને "F-R-I-E-N-D-S" ટીવી શોની પહેલી સીઝન ફરી જોવાની શરૂ કરી...અને "ભાવતું ભોજન ચાખવા જતાં આખી ડીશ ખાઈ જઈએ"(જાતે બનાવેલી કહેવત છે...મોં મચકોડવાની જરૂર નથી !) એમ આખી પહેલી સીઝન હું એક જ દિવસમાં જોઈ ગયો.આઈ મીન...ચોવીસ એપીસોડ...દરેક અડધા અડધા કલાકનો...મતલબ એ કે એ દિવસે બાર કલાક હું કોમ્પ્યુટરની સામે બેસી રહ્યો...પણ શું કરું?આ શો જ એવો છે.

મને એવું જાણવા મળ્યું કે આ શોની એક્ઝેટ કોપી ભારતમાં ઝી ટીવી પર ૧૯૯૯ માં પ્રસારીત થવાની શરૂઆત થઈ હતી."F-R-I-E-N-D-S" જ્યાં પ્રસારીત થતું હતું ત્યાં એવું તો સફળ થયેલું કે ભારતમાં પણ એના જેવી જ સીરીયલ બનાવવાનું ઝી ટીવીએ નક્કી કર્યું.પણ "હેલ્લો ફ્રેન્ડ્સ" નામની એ સીરીયલ માંડ દસ-વીસ એપીસોડ પ્રસારીત કરીને એને બંધ કરી દેવી પડી એટલો તો નબળો પ્રતિસાદ એને સાંપડેલો.એ શોમાં સાયરસ બ્રોચા ચેન્ડલર બનેલો અને સિમોન સિંઘ મોનિકા...પણ મને લાગે છે કે કોઈ પણ કલાકારે એમાં કામ કર્યું હોત તો પણ એ સીરીયલ ફ્લોપ જ જાત.અરે મેં તો સાંભળ્યું છે કે ઝી ટીવી વાળાઓએ આ શોની ભારતીય કોપી બનાવવાના અધિકારો પણ ખરીદેલા...પણ નકલ એટલે નકલ...અને એમાંય ભારતીય વર્સનમાં આ શોમાં બતાવી છે એવી કોમેડી બતાવવી ખરેખર મુશ્કેલ છે.સેક્સ...ડેટીંગ...રીલેશનશીપ્સ...વગેરે પરની ઓરીજીનલ "F-R-I-E-N-D-S" ની કક્ષાની કોમેડી ભારતીય સમાજમાં સ્વીકારાય કે કેમ એ પણ મોટો પ્રશ્ન છે ... અને જો આ રીતની કોમેડીની બાદબાકી કરો તો આ ઓરીજીનલ શો જેવો નેચરલ લાગ્યો એવો ભારતીય શો નેચરલ ના બની શકે.કેમ કે ઊપર જણાવી એ મુજબની "નિર્દોષ" કોમેડી જ તો આ શોનું હાર્દ છે !જેમ કે...

  • એક પબ્લિક પ્લેસમાં કોઈ માણસ એવું હાફ પેન્ટ પહેરીને આવે કે જેથી એ ખુરશી પર બેસે ત્યારે એની "Thing" દેખાય...તો એને હાસ્યાસ્પદ જ ગણાય...પણ આવી કોમેડી પર ભારતમાં મહાઊહાપોહો સર્જાઈ શકે...
  • બે પુરુષ મિત્રો ભૂલથી એકબીજાને કિસ કરી દે તો એને કોમેડી નહીં...ભારતીય મૂલ્યોને અને સંસ્કૃતિને લાંછન લગાવતા શો તરીકે ભારતમાં ગણાવવામાં આવી શકે.
  • "ડીલીવરી" વખતની ક્રિયાથી વાકેફ થવા માટે જોઈન કરેલી વર્કશોપમાં જ્યારે કોઈ કારણસર વાઈફ ના આવી શકે અને એકલો હસબન્ડ જાય...પછી વાઈફે ડીલીવરી વખતે કરવાની ક્રિયાઓ પોતે શીખવાનું નક્કી કરે અને પ્રેક્ટીકલી દરેક પોઝીશન અને પ્રોસેસ શીખતી વખતે જ્યારે શીખવાડનાર "open your legs and Let your vagina open like a flower" કહે ત્યારે સર્જાતા હાસ્યને ભારતમાં એટલી જ સહજતાથી બતાવવું અને દર્શકોનું પણ એ જ અર્થ અને હળવાશથી લેવું ખૂબ જ મુશ્કેલ છે.
  • "ભૂલથી" એક પુરુષમિત્ર(મિત્ર જ...બોયફ્રેન્ડ કે હસબન્ડ નહીં...)ની નજર બાથરૂમમાંથી નહાઈને માત્ર ટુવાલમાં બહાર આવતી સ્ત્રીમિત્ર(જેને ખબર પણ નથી કે ઘરમાં એનો મિત્ર છે...) પર પડિ જાય...પણ ડઘાઈ ગયેલી એ સ્ત્રી્થી ગભરાટમાં ને ગભરાટમાં શરીર પરનો એકમાત્ર ટૂવાલ પણ છટકી જાય...અને પછી આખા એપીસોડ દરમ્યાન એ સ્ત્રી પેલા પુરુષમિત્રને પણ "નગ્નાવસ્થા"માં જોવા ચડસપૂર્વક એના બાથરૂમમાં ચૂપચાપ ઘૂસી જાય અને દર વખતે એ બિચારી "પેલા" સિવાયના બીજા મિત્રોને નહાતા જોઈ લે...તો એ પ્રકારની કોમેડી ભારતમાં સક્સેસ જવાના ચાન્સીસ એટલા જ છે જેટલા મારા હીરો બનવાના !

અને એવું નથી કે "F-R-I-E-N-D-S" માં ઉપર બતાવી એવી જ કોમેડી છે...હું માત્ર એટલું જ કહું છું કે આવી કોમેડી પણ આ સીરીયલમાં ખૂબ જ નિર્દોષતા પૂર્વક બતાવાઈ છે...અશ્લિલતાપૂર્વક નહીં.

ચલો જવા દો...મને તો જોવા મળ્યું ને...!!!

છેલ્લે F-R-I-E-N-D-S નો એક ડાયલોગ :
રોસ નામનો એક મિત્ર એના ખભે તેનો પાળેલો બંદર લઈને રૂમમાં પ્રવેશે છે ત્યારે બીજો મિત્ર:"look...that monkey has got ross on his ass !"
(વિચારી લો આનું હિન્દી અને પછી વિચારો કે કેવી રીતે આ ભારતમાં પ્રસારીત થઈ શકે...અને છતાં કેટલું કોમેડી છે.)

આપણા મર્યાદાના આગ્રહે આપણને આવી તો ઘણી કોમેડી ક્ષણોથી વંચિત રાખ્યા છે...

અહીં ગંદકી કરવી નહીં...


અહીં વધુ કશું લખવું નથી...તસવીર જ ઘણું કહી જાય છે...
મેરા ભારત મહાન...બીજું શું? :(