.jpg)
.jpg)
.jpg)
13-5-09 ની સવારે અમને ખબર પડી કે ઘરની ઓસરીની લાઈટ પર રાતોરાત એક માળો બંધાઈ ગયો છે અને તેમાં ત્રણ ત્રણ બચ્ચાં પણ છે !!!
ચકલી જેવું દેખાતું આ પક્ષી ખરેખર ચકલી જ છે કે કેમ એમ વાત પર મને શંકા છે...જો કે મારા નાનીમાનું એમ કહેવું છે કે એ "દેવ ચકલી" છે...
ગમે તે હોય...આ બચ્ચાંને જોઈને મારી અંદર સૂતેલો નાનકડો curious વીકી જાગી ગયો...અને મોબાઈલ લઈને આવી ગયો મેદાનમાં...સોરી ...ઓસરીમાં...!
મને જોઈને મોટું બચ્ચું જરા ગભરાઈ ગયેલું અને જાણે "પૂછ્યા વગર કોઈનો ફોટો લેવો એ અસભ્યતા કહેવાય ..." એવું કહેવાનો ટ્રાય કરતું હોય એમ ચીં-ચીં કરવા લાગ્યું...અને ઊડવાનો પ્રયત્ન કરવા લાગ્યું...મેં પણ તેને કેપ્ચર કરવાની લ્હાયમાં તેને ખાસ્સી એવી કસરત કરાવેલી...એટલે જો એ બચ્ચું વહેલું ઊડતાં શીખી જશે તો એ સિધ્ધીનો યશ લેવામાં મને ગર્વ થશે...
ઊડવા માટે અસમર્થ એવાં બાકીનાં બંને બચ્ચાં મને વધુ સભ્ય અને down to earth લાગ્યાં...કેમ કે તેમણે ફોટો પડાવવા માટે સહેજ પણ આનાકાની ન કરી...!!
1 Comments:
vicky tara anubhavo kharekhar sara che varso pachi jyare aa blog kholish to tane aa badha divaso yaad avse....so blog lakhto rahe....:)
Post a Comment