20.7.09

ભવિષ્યવાણી

 હું એ શક્તિને ક્યારેય નહોતો સમજી શક્યો.એ વરદાન હતું કે શાપ...એ પણ નહીં.

શરૂઆત હું પાંચમા ધોરણમાં ભણતો ત્યારે થયેલી.એ રાત્રે મને સપનામાં એક છોકરો દેખાયો.ચહેરા પર કોઈ ભાવ વગરનો...જોઈને ડરી જવાય એવો...પણ ધ્યાનથી જોયું તો એ હું જ હતો.હું થોડીવાર સપનામાં દેખાતી મારી જાત સામે જોઈ રહ્યો.પણ સામે એ જ ભાવ વગરનો ચહેરો.થોડી ક્ષણો રાહ જોઈ...પણ સામેથી કંઈ બોલાયું નહીં.મને ખબર નહોતી કે હું આટલો ડરામણો પણ થઈ શકું છું...ત્યાં અચાનક એ બોલ્યો:"કાલે તારી દાદી મરી જશે..."હું ગભરાઈ ગયેલો...કોઈને આના વિષે કહી પણ નહોતો શકેલો...પણ બીજા દિવસે દાદીમા ખરેખર ગુજરી ગયાં.એમને હાર્ટ એટેક આવેલો...

આ તો શરૂઆત હતી.ધીરે-ધીરે દર થોડાં મહિને આવાં સપનાં આવવાની શરૂઆત થઈ ગઈ.સપનામાં મને જાણ થઈ જાય કે પછીના દિવસે કોણ મરવાનું છે...

તો વાત છે પરમદિવસ રાતની...મને ફરી એવું સપનું આવ્યું...આ વખતે પણ મેં મારી જાતને વિચિત્ર...ભયાનક હાવભાવ સાથે જોઈ...અને આ વખતે મને આવી ભવિષ્યવાણી સાંભળવા મળી:"કાલે તારો બાપ મરી જશે...!"-અને પછી એ સહેજ હસ્યો...અને મારી આંખ ખૂલી ગઈ...હું પરસેવે રેબઝેબ થઈ ગયો.કોને કહું?કોણ મારી વાત માને?કોઈને કહું તોય આવું અશુભ બોલવા માટે ગુસ્સે થાય...હું આખી રાત સૂઈ ના શક્યો...કેવી રીતે ઊંઘ આવે ?આજ સુધી આવી કોઈ ભવિષ્યવાણી ખોટી નહોતી પડી...

બીજા દિવસે સવારે ઊઠીને જોયું તો પપ્પા વહેલા નીકળી ગયેલા...મમ્મીને પૂછ્યું તો એ કહે કે એમને આજે ઓફિસના કામથી ક્યાંક બહાર જવાનું હતું...મેં તરત પપ્પાને મોબાઈલ પર ફોન કર્યો...પપ્પાનો અવાજ સાંભળ્યો તો ગળગળો થઈ ગયો...બની શકે કે હું છેલ્લી વાર એમનો અવાજ સાંભળતો હોઊં...મેં ઘણો ટ્રાય કર્યો એમને કહેવાનો...પણ કોઈને તમે કેવી રીતે કહી શકો કે તમે આજે મરી જશો?...અને એ પણ તમારા પિતાને...!"પપ્પા...સાચવીને જજો...જય શ્રી કૃષ્ણ..."-કહીને ફોન મૂકી દીધો...

કાલનો દિવસ સ્કૂલમાં કેવી રીતે કાઢ્યો એ હું જ જાણું છું.કોઈ ક્લાસમાં ધ્યાન ના લાગે...ટીચર શું બોલે છે એ ખબર ના પડે...બસ આખો દિવસ મનમાં એક જ ચિત્ર દેખાયા કરે...પપ્પાના ફોટા પર હાર ! હું પરાણે રડું રોકીને જેમ તેમ કરી આખો દિવસ સ્કૂલમાં રહ્યો...

જેવી સ્કૂલ છૂટી કે તરત ઘરે જઈને મમ્મીને પૂછ્યું:"પપ્પા આવ્યા?"-તો મમ્મીએ કહ્યું કે પાંચ જ મિનિટ પહેલાં પપ્પાનો ફોન હતો અને એમણે કહ્યું કે એ જ્યાં ગયાં છે ત્યાં ખૂબ જ મોટૂં તોફાન આવ્યું છે...અને એમને રસ્તામાં જ એક જગ્યાએ ઝાડ નીચે ઊભા રહેવું પડશે અને એ તોફાન શમે એની રાહ જોવી પડશે...હું ખૂબ જ ગભરાઈ ગયો...તોફાન?તો તો નક્કી.......મારા માટે વિચારોને રોકવા અશક્ય હતા...

પછી તો પપ્પાને ફોન પણ લાગતો બંધ થઈ ગયો...એમના સેલની બેટરી કદાચ ખલાસ થઈ ગઈ હશે...હવે તો મમ્મીને પણ ચિંતા થવા લાગી...એમ કરતાં-કરતાં રાતના બાર વાગ્યાં...પપ્પાના કોઈ સમાચાર નહીં...મને તો ઊંઘ જ શેની આવે?મમ્મી પણ ફોન પાસે જ આંટા મારતી હતી...

હું જ જાણું છું કે આખી રાત કેમ પસાર થઈ.સવારે લગભગ વહેલા પાંચ વાગે ડોરબેલ વાગી...હું રીતસર દોડ્યો...જોયું તો મમ્મીએ દરવાજો ખોલ્યો હતો...અને સામે પપ્પા ઊભા હતા...પૂરેપૂરા પલળેલા...કપડાં બધાં ભીનાં...હું દોડીને એમને વળગી પડ્યો...અને રડવા લાગ્યો...એ મને છાનો રાખવા બહુ પ્રયત્ન કરતાં હતાં...પણ હું શેનો છાનો રહું?આ તો ખૂશીના આંસૂ હતાં.હવે મને ખબર પડી કે સપનામાં હું કેમ હસ્યો હતો...આ માત્ર મજાક હતી...માત્ર એક મજાક...પછી તો પપ્પા સાથે જ સૂઈ ગયો...હવે મને ચિંતા નહોતી...કેમ કે ભવિષ્યવાણીનો સમય રાતે બાર વાગે પૂરો થઈ ગયેલો...ભવિષ્યવાણી પહેલી વાર ખોટી પડેલી...

સવારે નવેક વાગે ઊઠ્યો.ડ્રોઈંગરૂમમાં ગયો...તો બારણું ખૂલ્લું હતું...બહાર જઈને જોયું તો અમારા ઘર પાસે ઘણાંબધાં લોકો સફેદ કપડાં પહેરીને ઊભા હતાં...મારું હ્રદય એક ધબકારો ચૂકી ગયું...પણ ત્યાં તો મેં મારા પપ્પાને પણ ઊભેલા જોયાં...મને કંઈ સમજાયું નહીં...મેં પપ્પાને પૂછ્યું:"શું થયું પપ્પા?".તો પપ્પાએ જવાબ આપ્યો:"બેટા...આપણા પાડોશી મુકેશભાઈ ગઈકાલે રાતે સાડા અગિયારે હાર્ટ એટેકથી ગુજરી ગયા..."

હવે મને ખ્યાલ આવ્યો કે હું સપનામાં કેમ હસતો હતો...

16 Comments:

DARSHIT said...

ITS A REALLY AMAZING I HAVE NO WORDS TO TELL REALLY A GREAT 1

Snehsan said...

yaaaaaarrr... Last tak pakad ke rakhti hai tumhari story... Wonder.. Wonder... Sale dimag ki nas khich gai has has ke... Kya last main blast kiya hai....

sandip said...

wah wah wht a shot of your thinking.......i m realy impress by ths small story....

sandip said...

i m realy impress by this small story....lage raho mamu.....achha hai bohot achha hai...

Chitrang Desai said...

Hey man...I was with u in school if u remember me by ne chance...neways...
on of the excellent blogs I have come across so far...nice stories...keep it up.

Welcome To The World Of Mohit said...

jabardast,fentastic,mindbloing,fentabuls,outstanding,rapchandus,dhasu,hatk, And sorry For Leat comment.But really Geat ,Greater,Greatest Work.

Welcome To The World Of Mohit said...

Mindbloing,Fentastic,fentabulas,Dhasu,Rapchund work....

Bhushan said...

budy, it doesn't seem to be a work of the genuine Nishit. You can write quite better.

RADHEKRISHNA said...

i dont thing that this can happen with anybody..

Vicky said...

@radhekrishna

it's not a true story,if you mean that...

it is just a fiction work...and in my fiction,anything is possible...
that's exactly y the name of blog is mari kalpana.. : )

Prakash Khanchandani said...

Good story ... falls in the genre of O. Henry's stories with humorous touch ... but I think you can write better .... try to write more longer stories with more twists & turns!!!

Vicky said...

yeah...I've heard that before..."you can write better !!!"---I just dont put my serious works on blog because of Plagiarism...
but pls keep reading the blog.It gives pleasure to know somebody read my story !!! :) :)

Welcome To The World Of Mohit said...

shu yar kokvar to upcoming movies mate sauthi pehela jan kar

tari kalpna ma a vat nu khas dhyan karje

ane have a vat nu khas dhyan rakhaje

jo mari comment amulya hoy to khas
review mokal jaldi jaldi.

sandip said...

Are Mr.Nishit Raval Su tamari kalpna 6?
Wah hu to prabhavit thai gayo..Thank you big Brother ...Me pehli var aa blog ma lakhe lu vanchyu...pan bahu saras lakhe lu 6.....bs ama ek j vat ni khot nikdi sake ke jo kadhvi hoy to......
E su 6 ....e hu jyare fari pa6o besis aa blog vachva tyare pa6o reply karish...


Thanks..
Sandy-007

kirtan said...

good try for twist but if u give twist like..."savare te jyare uthyo tyare tene khabar padi k teno baap j jivto aavyo 6 te to "sapnama" aavyu hatu hakikat ma to te marigayo hato.." how is it?

Nishit Raval said...

કિર્તન,
એવા ટ્વીસ્ટમાં કોઈ જ "એલીમેન્ટ ઑફ સરપ્રાઈઝ " ના રહે દોસ્ત ! સપનામાં એવું થાય એવી સીચ્યૂએશન આપણે અગણિત વાર્તાઓ, ફિલ્મો અને સીરીયલોમાં જોઈ છે ! ધીસ ઈઝ Vicky's world ! The world that's હટકે !!! વેલકમ ટુ માય વર્ડ ભાઈ...