29.9.09

LOST(TV show)

થ્રીલર,સસ્પેન્સ,ઈમોશનલ,સુપરનેચરલ,સાયન્સ ફિક્શનનું સુપર્બ કોમ્બીનેશન...દરેક રસને લોસ્ટમાં નીચોવી લેવાયો છે.ડમ્બલડોર જેવું રહસ્યમય વ્યક્તિત્વ ધરાવતો જોન લોક હોય કે પછી નિર્દોષ ક્લેર...આંખોની સાથે હોઠોથી પણ અભિનય કરી જાણતી જૂલીયેન હોય કે ગ્રે શેડનો ખરો અર્થ સમજાવતી એક્ટીંગ કરતો બેન...દરેકની પોતાની આગવી અદા છે...આગવી વાર્તા છે...આગવો ભૂતકાળ અને વર્તમાન છે.ક્લેરનું કિડનેપ થાય ત્યારે ઈથન પર ખરેખર ગુસ્સો ચડે છે...બૂન અને શેનોનનાં મૃત્યુથી ખરેખર દુ:ખી થઈ જવાય છે.માઈકલની પોતાનાં સાથીઓમાંના બેની હત્યા કરવાની લાચારી પર દયા આવે છે.ટાઈમટ્રાવેલનાં દ્રશ્યો થ્રીલીંગ છે.આયલેન્ડ જેવી રીતે રહસ્યમય કહેવાયો છે એવો રહસ્યમય એ ખરેખર લાગે પણ છે.લોસ્ટનાં રહસ્યો જાણવા માટે જે તડપ મેં અનુભવી છે એવી તડપ...એવી ઈંતેજારી છેલ્લે જ્યારે "હેરી પોટર એન્ડ ડેથલી હેલોઝ" પુસ્તક રીલીઝ થયાના ચાર-પાંચ દિવસની અંદર જ વાંચવા મળેલું ત્યારે થયેલી."વાંચન"માં જો હેરી પોટર મારું અત્યાર સુધીનું ફેવરીટ હોય તો "વિઝ્યુઅલ" માં લોસ્ટ અત્યાર સુધીના ફેવરીટ સ્થાને આવી ગયું છે.

બોસ્સ...જીંદગીમાં લોસ્ટ પહેલાં આટ્લી થ્રીલીંગ ફીલીંગ ક્યારેય નથી અનુભવાઈ.સસ્પેન્સ ખૂલે અને રહસ્યો છતાં થાય એની આટલી બધી તાલાવેલી લોસ્ટ પહેલાં ક્યારેય નથી અનુભવી.ગ્રેટ...ગ્રેટ...ગ્રેટ શો...

---આ રીવ્યુ મેં મારા અંગત બ્લોગ "http://nishitandme.blogspot.com/
" ની "LOST...અને લોસ્ટ સુધીની અંગ્રેજીની સફર..." નામની પોસ્ટમાંથી કોપી-પેસ્ટ કર્યો છે...

0 Comments: