19.2.10

મીડીયાનું માસ હિપ્નોટીસમ !

શું તમારા વિચારો તમારા પોતાના છે ?

હમણાં જ જોયેલા એક વિડીયો મુજબ ટેલીવીઝન,રેડીયો વગેરે માધ્યમોમાંથી મેળવેલી માહિતી અને મનોરંજન એક બહુ જ મોટી કિંમત સાથે આવે છે.અત્યારના સમાજમાં દરેક બાળક નાનપણથી જ ટીવી જોતાં જોતાં ઊછરે છે.નાનપણથી જ એને ટીવી જોવાની અને ટીવીમાં આવતા કાર્યક્રમોમાં સાંભળેલી અને જોયેલી વાતો કોઈ પણ પ્રશ્ન વિના માની લેવાની આદત પડી ગઈ હોય છે.ટીવી અને ફિલ્મોમાં આવતાં સંવાદો બાળકો કે ઈવન પુખ્તોના મગજ પર પણ એટલી હદે અસર કરતાં હોય છે કે રીયલ લાઈફમાં પણ એ લોકો ટીવી-ફિલ્મોમાં જોયેલા-સાંભળેલા ઈસ્યૂઝ સબકોન્શીયસલી શોધતાં કે ઊભા કરતાં થઈ જાય છે.જે પ્રભાવિત કરી મૂકતાં સંવાદો એ ટીવી-ફિલ્મોમાં જુએ છે એવા જ ડાયલોગ્સ એ હંમેશાં(ખાસ કરીને મારા જેવા યંગસ્ટર્સ...) રીયલ લાઈફમાં પણ બોલ્યા કરે છે.સબકોન્શીયસલી આ બધું એમના દિલોદિમાગમાં બેસી જ ગયું હોય છે.ખાસ કરીને આજકાલના યંગસ્ટર્સમાં મેં પોતે માર્ક કરેલી એક આદત(જે મારા પોતાનામાં પણ છે જ !) જણાવું તો , એ લોકો હંમેશા દરેક સિચ્યુએશનમાં કૉમેડી કરતાં રહેતાં હોય છે...જોક્સ મારતાં રહેતાં હોય છે.કેમ?કારણ કે,નાનપણથી એ પોતે જ કૉમેડી સીરીયલ્સ અને ફિલ્મોથી પ્રભાવિત થયેલા હોય છે અને એવું એમના દિલોદિમાગમાં બેસી ગયું હોય છે કે દરેક સિચ્યૂએશનમાં કૉમેડી કરવાથી લોકોને પ્રભાવિત કરી શકાય છે.

તમે જ વિચારો...કોઈ પણ સિચ્યૂએશનમાં તમે જેવું પણ રીએક્શન આપશો,એ શું સંપૂર્ણપણે તમારું પોતાનું જ હશે?શું એ તમે ભૂતકાળમાં કોઈ પ્રોગ્રામમાં જોયેલી "સિમિલર" સિચ્યૂએશનમાં એ પ્રોગ્રામના કલાકારોએ આપેલા રીએક્શનથી પ્રભાવિત થયેલું નહીં હોય?જરા શાંતિથી પોતાની જાત સાથે પ્રામાણિક રહીને વિચારો કે જો તમે ભૂતકાળમાં એ પ્રોગ્રામ ના જોયો હોત તો શું તમારું રીએક્શન જે તે સિચ્યૂએશનમાં કંઈક અલગ જ હોત કે નહીં?વિચારવાની આપણી સંપૂર્ણ પ્રક્રિયા આજે મીડીયાથી પ્રભાવિત થઈ ચૂકી છે.એવું કહી શકાય કે "મીડીયાએ આપણું માસ હિપ્નોટીસમ કર્યું છે."નાનપણથી આપણે જે પ્રોડક્ટ્સની જાહેરાતો જોઈયે છીએ,એ પ્રોડક્ટ્સને કેમ આપણે વિના કોઈ ચકાસણી કર્યે ગુણવત્તાસભર જ માનીને કાયમ એ જ ખરીદીયે છીયે?કેમ ટૂથપેસ્ટનું નામ જ અમુક ઘરોમાં "કોલગેટ" પડી ગયું છે?ટીવીમાં જાહેરાત આવી એ પ્રોડક્ટ્સ જ કેમ સ્ટેટસ સિમ્બોલ બની જતી હોય છે?જવાબ છે...મીડીયાનું માસ હિપ્નોટીસમ !



અરે આપણે જે સમાચાર જોઈએ છીએ એ પણ એક પ્રકારનું હિપ્નોટીસમ જ કહેવાય.સમાચાર વાંચનાર કેમેરાની સામે જ જોઈ રહે છે...અને એ રીતે સીધું જ દર્શકની આંખોમાં આંખો નાંખીને વાત કરે છે.હિપ્નોટીસમમાં પણ આવું જ તો હોય છે.વળી તમને ખ્યાલ હશે કે હિપ્નોટીસમમાં એક ચોક્કસ ભાષામાં હિપ્નોટાઈઝ કરવામાં આવે છે,જે કોઈ જ પ્રકારના ભાવ વગરની હોય છે.તો સમાચાર વાંચનાર પણ એવી જ...એક ક્યારેય કોઈ ન્યૂઝ ચેનલ પર ના બદલાતી સમાચાર વાંચવાની ભાષા બોલે છે...જેમાં બોલાયેલી દરેક વાતને, દર્શક હોય કે પછી હિપ્નોટીસમનો પ્રયોગ જેના પર કરવાનો છે તે...,સાચી જ માની લે છે...વિના કોઈ તર્ક લગાવ્યે...વિના કોઈ પ્રશ્ન કર્યે !

બીજું એક ઊદાહરણ આપું...કોઈ મૂવી જોવા ગયાં પહેલાં એનો રીવ્યૂ વાંચવા,જોવા કે સાંભળવાનિ જે પ્રથા હમણાં શરૂ થઈ છે એનાથી મૂવી જોવા જતાં પહેલાં જ દર્શકના મનમાં "રીવ્યૂ કરનાર" ના વિચારો ભરાઈ જાય છે.રીવ્યૂ કરનારે મૂવીમાં જે પ્લસ-માઈનસ પોઈન્ટ્સ શોધી કાઢ્યા હોય છે,એ જ જાણે જોવા માટે પછી દર્શક જતો હોય છે.ટૂંકમાં જોયેલા,વાંચેલા કે સાંભળેલા દરેક રીવ્યૂને દર્શક સાચો જ માની લેતો હોય છે...ભલે સબકોન્શીયસલી...પણ સાચો માનતો હોય છે ખરો !

મીડીયાનું બધું માની લેવાની વૄત્તિ દૂર કરવી ખૂબ જ અઘરી છે.દરેક ઘટના પર હવે માત્ર તમારા મનમાં જ ઊદ્દ્ભવ્યો હોય એવો મત આપવો ખૂબ જ અઘરો થઈ ગયો છે...કેમ કે આપણી આખી વિચારવાની પ્રક્રીયા ટીવી,ફિલ્મો,ઈન્ટરનેટ વગેરેથી પ્રભાવિત થઈ ચૂકી છે.આપણા મોટા ભાગના વિચારો મીડીયાએ ઉદ્દભવાયેલા છે...શાંતિથી વિચારો,તમે પણ માનશો જ ! પણ વિચારીને પછી માનજો...કેમ કે માત્ર મારા કહેવાથી જ માની લેશો તો પછી આ લેખનો કોઈ મતલબ જ નહીં રહે ! બરાબર ને?

તો બોલો...તમને લાગે છે કે આ હિપ્નોટીસમમાંથી જાગવાનો સમય હવે પાકી ગયો છે?

6 Comments:

prakash khanchandani said...

Good blog....keep it up!!! :)

Vicky said...

થેન્ક્સ દોસ્ત !
મુલાકાત લેતાં રહેજો...

PRAGS said...

i don't know u , but blog is very nice ,,keep it up

pbiren said...

તદ્દન સાચી વાત.....
શુભેચ્છાઓ...નવી નવી વાતો લખ્યા કરશો...

Vicky said...

ચોક્કસ...
Thanks for reading my work !
It's always pleasure when people read your article !

kirtan said...

april 2010,..now october 2010..so long time..i don't understand that pepole just write "good ,keep it up"...wrong...i think so they should appricate u ...by the way ..this reaction is not by MEDIA HIPP..,BUT I HAVE 2 ASK,is it ur thought or hippnotism effect....ha..ha..just keeding...nice man